Header Ad 728*90

બોર્ડનું પરિણામ જ જીવનની સફળતા નક્કી નથી કરતુ!

બોર્ડનું પરિણામ જ જીવનની સફળતા નક્કી નથી કરતુ!

પુરસ્કાર વિજેતા કલાકારોથી લઈને સ્વપ્નદ્રષ્ટા ઉદ્યમીઓ સુધી, આ પ્રેરણાદાયી ભારતીયોએ અવરોધો અને નિષ્ફળતાને તેમના નસીબ પર હાવી નથી થવા દીધા.

અત્યારે ભારતભરમાં સેંકડો હજારો વિદ્યાર્થીઓ છે, જેમણે ધોરણ 10 અને 12 મા બોર્ડની પરીક્ષા આપી છે અને હમણાં જ પોતાનાં પરિણામો મેળવ્યાં છે. કેટલાક માટે આ પરિણામો આનંદદાયક હશે, અન્ય લોકો માટે તે કદાચ નિરાશાજનક પણ હોઈ શકે. એવા લોકો પણ હોઈ શકે છે જેઓ મેળવેલા અપેક્ષા કરતાં ઓછા ગુણને કારણે તેઓ સંપૂર્ણ નિષ્ફળતાની અનુભૂતિ કરે છે.

જો કે, ખરાબ માર્કશીટ અર્થ એ નથી કે વ્યક્તિ જીવનભર નિષ્ફળ  જ રહેશે. આ રહ્યા મહાનુભાવો જેમણે શાળા કે કોલેજની પરીક્ષામાં નિષ્ફળતા મેળવી છે પરંતુ જીવનની પરીક્ષામાં સફળતા મેળવી છે. તેમની સફળતા પહેલાં, વિશ્વના કેટલાક સૌથી સફળ લોકોએ મહા નિષ્ફળતાનો અનુભવ કર્યો. આપણે તેમની સફળતાની ઉજવણી કરીએ છીએ પરંતુ તેમને આ મુકામે પહોચાડતા કંટકભર્યા માર્ગને નજર અંદાજ કરીએ છીએ. તો ચાલો તે વિસરાયેલા પથ પર આપણે સફર કરીએ.

અક્ષય કુમાર

આજે, આપણે રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અભિનેતા તરીકે અક્ષય કુમાર ને સારી રીતે જાણીએ છીએ. તે બોલિવૂડના અભિનેતાઓમાંના એક સૌથી સફળ અભિનેતા ગણાય છે. પરંતુ તે સ્ટાર બનતા પહેલાં, તે એક બાળક હતો જે શાળામાં પરીક્ષામાં નિષ્ફળ ગયો હતો અને તેના માતા-પિતાને રિપોર્ટ કાર્ડ બતાવવામાં ગભરાઈ ગયો હતો. તાજેતરમાં જ તેણે Twitter પર ખુલ્લા મને શેર કરેલા વિડિયોમાં, તેની પોતાની નિષ્ફળતા અને તેના સપનાને પૂરા કરવા માટે નિષ્ફળતામાંથી મળેલા બોધપાઠ વિશે વાત કરી છે.

સંદીપ મહેશ્વરી

સંદીપ મહેશ્વરી, ઘણીવાર ભારતના સૌથી સફળ ઉદ્યોગસાહસિક તરીકે ઓળખાય છે. પરંતુ, શાલેય શિક્ષણ મેળવ્યા સિવાય સફળતા મેળવવાનો રસ્તો શોધવા તેણે કોલેજ છોડી છોડી દીધી હતી. સંદીપ સંઘર્ષ કરી એક ફ્રીલાન્સ ફોટોગ્રાફર બન્યો અને Image Bazzar નામની વિવિધ  ફોટોગ્રાફ ઉપલબ્ધ કરાવતી વેબસાઈટ બનાવી.

સુભાષ ચંદ્રા

દેશમાં (અને વિશ્વમાં) સૌથી શક્તિશાળી મીડિયામેન તરીકે તેમની ગણતરી થાય છે, જેણે પોતાનું શિક્ષણ પૂરું કરતાં પહેલાં શાળા છોડી દીધી. જ્યારે તેમણે શરૂઆતમાં તેમના કુટુંબના વ્યવસાયમાં એક વેપારી તરીકે કામ શરૂ કર્યું હતું. આજે તેઓ ઝી ટેલિવિઝન સહિત ભારતમાં કેટલાક સૌથી સફળ બિઝનેસ ઉદ્યોગોના માલિક છે અને એસેલ ગ્રુપના અધ્યક્ષ છે, જે ભારતીય સંગઠન છે જે સમાચારો, મીડિયા, ટેલિવિઝન, ટેકનોલોજી, શિક્ષણ સહિતના વિવિધ ઉદ્યોગોમાં કામ કરે છે.

પ્રેમ ગણપતિ

ભારતીય ઉદ્યોગસાહસિક અને ઉદ્યોગપતિ, પ્રેમ ગણપતિએ ઢોસા પ્લાઝા તરીકે ઓળખાતી રેસ્ટોરાંની અત્યંત લોકપ્રિય  કંપનીની સ્થાપના કરી. તે તમિલનાડુના ગરીબ ઘરના સાત બાળકોમાંના એક હતા. ફક્ત દસમું ધોરણ પૂર્ણ કર્યા પછી, તે સફળતાની શોધમાં મુંબઈ ગયા. તેને એક નાનકડી બેકરીમાં નોકરી મળી. બે વર્ષ પછી તેણે ઢોસા વેચવાનો પોતાનો નાનો વ્યવસાય શરૂ કર્યો. હવે, ન્યૂઝીલેન્ડ, ઓમાન અને યુએઈ સહિત વિશ્વભરમાં ઢોસા પ્લાઝા છે!

કૈલાસ કાટકર

મહારાષ્ટ્રના નાના ગામમાં ઉછરેલા કૈલાસ કાટકર અત્યંત ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવ્યા હતા અને પારિવારિક સંજોગોને લીધે તે 10 મા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો. તેમણે નાના રેડિયો અને કેલ્ક્યુલેટર રિપેર શોપમાં કામ કરવાનું શરૂ કર્યું. તેમણે હાર માની નહિ અને આ ધંધા બધું શીખવાનું નક્કી કર્યું અને જાતે શીખીને નિષ્ણાત બન્યા. ટૂંક સમયમાં જ તેમણે આ માટે કમ્પ્યુટર અભ્યાસક્રમો શરૂ કર્યા. પછીથી તેમણે એક સામાન્ય કમ્પ્યુટર સેવાઓનો વ્યવસાય શરૂ કર્યો જેને આપણે આજે 200 કરોડથી વધારે સંપત્તિ ધરાવતી એન્ટીવાયરસ સોફ્ટવેર બનાવતી Quick Heal Technologies તરીકે જાણીએ છીએ.

વીર દાસ

આજે ભારતમાં સૌથી સફળ હાસ્ય કલાકારો પૈકી એક છે, તે નેટફ્લિક્સ પર તેની પોતાના વિશેષ હાસ્ય કાર્યક્રમો રજૂ કરે છે. પરંતુ પોતાના શાળા અભ્યાસમાં, વીર દાસ સરેરાશ વિદ્યાર્થી હતા, તેમણે ફેસબુક પર તેમની માર્કશીટ શેર કરી અને કહ્યું કે  તમારા પરિણામો તમારા વ્યક્તિત્વને શ્રેષ્ઠ બનતા રોકી નહીં શકે. આજે તમે કોણ છો એ જ લોકો જોશે પણ કેવી રીતે સફળ બન્યા તે કોઈ નહી જુએ".

Post a Comment

0 Comments